Orange કાઉન્ટી મતદારોના રજીસ્ટ્રાર

2025 Newport-Mesa એકીકૃત શાળા જિલ્લો, ટ્રસ્ટી એરિયા 5 વિશેષ ચૂંટણી

10 જૂન, 2025

જાહેર સેવા ઘોષણા

 

વોઇસઓવર

દસમી જૂન, બે હજાર અને પચ્ચીસ Newport-Mesa એકીકૃત શાળા જિલ્લો, ટ્રસ્ટી એરિયા પાંચ વિશેષ ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે.

Newport-Mesa એકીકૃત શાળા જિલ્લો, ટ્રસ્ટી એરિયા પાંચના તમામ નોંધાયેલા મતદારોને મતપત્રો ટપાલ દ્વારા મોકલવામાં આવ્યા છે.

Orange કાઉન્ટીના મતદારોના રજીસ્ટ્રાર દરેક મતદારના સરળતાથી અને સુરક્ષિત રીતે મતદાન કરવાના અધિકારનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

તમારા મતપત્રથી મતદાન કરવાની ચાર રીતો છે.

એક. તમે ટપાલ દ્વારા મતદાન કરી શકો છો. કોઈ ટપાલ ખર્ચની જરૂર નથી. તમારા મતપત્ર પર દસમી જૂન સુધીમાં પોસ્ટમાર્ક લાગી જવું આવશ્યક છે.

બે. તમે તમારા મતપત્રને Newport-Mesa એકીકૃત શાળા જિલ્લા, ટ્રસ્ટી એરિયા પાંચમાં બે સુરક્ષિત ડ્રોપ બોક્સમાંથી એકમાં મૂકી શકો છો...

...અથવા ત્રણ. તેને Newport-Mesa એકીકૃત શાળા જિલ્લા, ટ્રસ્ટી એરિયા પાંચમાં મત કેન્દ્ર પર લઈ જાઓ.

Santa Ana માં મતદારોના રજીસ્ટ્રારની કચેરીમાં એક મતપત્ર ડ્રોપ બોક્સ પણ છે અને તે નિયમિત કાર્યકારી કલાકો દરમિયાન તમામ મતદાર સેવાઓ માટે ઉપલબ્ધ છે.

અને ચાર. તમે કોઈપણ મત કેન્દ્ર પર રૂબરૂ મતદાન કરી શકો છો.

Newport-Mesa એકીકૃત શાળા જિલ્લા, ટ્રસ્ટી એરિયા પાંચમાં પસંદગીના મત કેન્દ્રો એકત્રીસ મેના રોજ ખુલશે.

દસમી જૂને રાત્રે આઠ વાગ્યે બધા મત કેન્દ્ર અને ડ્રોપ બોક્સ બંધ થઈ જશે.

મત કેન્દ્રોના સ્થાનો અને કલાકો માટે, મુલાકાત લો ઓ-સી-વોટ [ડોટ] જીઓવી [સ્લેશ] વોટસેન્ટર.

તમે અમારી વોટર હોટલાઇન આઠ-આઠ-આઠ-ઓ-સી-વીઓટીઇએસ પર પણ કૉલ કરી શકો છો. વધુ માહિતી માટે, એ છે આઠ-આઠ-આઠ-છ-બે-આઠ-છ-આઠ-ત્રણ-સાત.

Newport-Mesa એકીકૃત શાળા જિલ્લા, ટ્રસ્ટી એરિયા પાંચ, યાદો રાખો, સરળતાથી મતદાન કરો. સુરક્ષિત રીતે મતદાન કરો.